વ્યારા તાલુકાના બેડકુવાનજીક ગામે ગોડાઉનમાંથી ફેબ્રુઆરી ૨૦૨૪માં ૧૦૦૦ લિટર જેટલો બાયોડીઝલનો જથ્થો રૂપિયા ૭૫,૦૦૦ તથા અન્ય સામગ્રી મળી રૂપિયા ૧,૦૧,૦૦૦/-ના મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ બાયોડીઝલ ભેરસેળયુક્તએ ગેરકાયદે હોવાનો એફ.એસ.એલ. રિપોર્ટ આવતા બે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાના બેડકુવાનજીક ગામમાં ૫૬૭ બેડકુવા જી.આઈ.ડી.સી. ખાતે રામદેવભાઈ નારણભાઈ ગોઝીયાના ગોડાઉનમાંથી કુલ પાંચ લોખંડના પીપમાં ભરેલું બાયોડીઝલ જેવું ૧૦૦૦ લિટર જ્વલનશીલ પ્રવાહી કિંમત રૂપિયા ૭૫,૦૦૦ તથા આ પ્રવાહી બહાર કાઢવા માટેના બે પંપ રૂપિયા ૨૦૦૦, પ્લાટિકની ૩ મોટી ટાંકી, લોખંડની એંગલોથી ફિટ કરેલા બાયોડીઝલ ભરવા માટેની કુલ ૧૧૪ ટાંકીઓ રૂપિયા ૨૪૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૦૧,૦૦૦/-નો મુદ્દામાલ પુરવઠા વિભાગે વિતેલા દિવસોમાં જપ્ત કર્યો હતો. મુદ્દામાલના માલિક હર્ષદભાઈ ગોવિંદભાઈ માધાણી (રહે.સુરત મૂળ રહે.ધુતાપુર,ધુળસીયા,તા.કાલાવડ,જિ.જામનગર) તથા પોતાની માલિકીનું ગોડાઉન ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી રાખવા ભાડે આપનાર રામદેવભાઇ નારણભાઈ (રહે.બેડકુવા, જી.આઈ. ડી.સી.) ભેળસેળયુક્ત બાયોડીઝલ વેચતા હોવાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે ગત ફેબ્રુ-માર્ચ-૨૪માં નોંધાઈ હતી, જે પ્રકરણમાં એફ.એસ. એલ. રિપોર્ટ આવતા આખરે આરોપીઓ સામે એફ.આઈ.આર. પોલીસે દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500