વાલોડની સરકારી વિજ્ઞાન કોલેજમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ દરમ્યાન પોતાની અસલ સેવાપોથીમાં અને સ્કૂલ લીવીંગ સર્ટીમાં છેકછાક કરી ખોટી જન્મ તારીખ લખી સરકારી સેવામાં કાર્યરત રહી પગાર તથા હોદ્દાની રૂએ મળતા લાભો લઇ સરકારશ્રી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરનાર નિવૃત મહિલા જુનિયર કલાર્ક વીરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ તાપીના વાલોડ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં અરવીંદાબેન હર્ષદભાઇ રમણભાઇ ગામીત રહે,અંબાચ ગામ આશ્રમ ફળીયુ તા.વાલોડ નાએ જુનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોય તે દરમ્યાન પોતાની અસલ સેવાપોથીમાં અને સ્કુલ લીવીંગ સર્ટી.માં જન્મ તા.૨૮/૦૭/૧૯૬૦ની જગ્યાએ છેકછાક કરી ખોટી જન્મ તા.૨૮/૦૭/૧૯૬૨ લખી (૫૮ વર્ષની જગ્યાએ ૬૦ વર્ષ) વધુ ૨ વર્ષ સુધી ગેરકાયદેસર રીતે જુનીયર ક્લાર્ક તરીકે સરકારી સેવામાં કાર્યરત રહી પગાર તથા હોદ્દાના રૂએ મળતા લાભો કુલ રૂ.૭,૫૪,૩૪૦/- મેળવી લીવીંગ સર્ટી તથા સેવા પોથીમાં છેકછાક કરી જન્મ તારીખ ખોટી લખી સરકારશ્રીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો. જોકે તેમની નિવૃત્તિ ૩૧/૦૭/૨૦૨૦ ના રોજ થઇ હોય ત્યારે કર્મચારી નિવૃત થયેલ હોય તે કર્મચારીના પેન્શનના કાગળો તથા સેવાપોથી ખરાઈ કરી વડી કચેરીએ મોકલવાના હોય છે ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
કોલેજના પ્રિન્સિપાલએ જુનીયર ક્લાર્ક અરવિંદાબેન હર્ષદભાઇ ગામીતને નોટીસ આપી ખુલાશો માંગ્યો હતો તેમજ આ અંગે વડી કચેરીએ પણ ગાંધીનગર ખાતે રીપોર્ટ આપી જાણ કરી હતી, પરંતુ અરવિંદાબેન ગામીત એ તાત્કાલીક કોઇ ખુલાશો કરેલ ન હતો જેથી કોલેજ એ નાયબ નિયામક (મહેકમ) ઉચ્ચ શિક્ષણ કમિશનરરની કચેરી ગાંધીનગર નાઓને સંબોધીને રિપોર્ટ રજૂ કર્યો હતો.
જોકે અરવિંદા ગામીતની લીવીંગ સર્ટી અંગે ખરાઈ કરવા સ્કુલ લીવીંગ સર્ટી ઇસ્યુ કરનાર શાળા સ્વામી વિવેકાનંદ વિધાલય કારેલી બાગ વડોદરા ખાતે જાતે ખરાઇ કરવા હુકમ કરેલ જે આધારે તપાસ કરતા સ્કુલ તરફથી બોનોફાઇડ સર્ટિ મેળવેલ જેમાં સાચી જન્મ તા.૨૮/૦૭/૧૯૬૦ ની હોવાનું જાણવા મળ્યું હતું. આમ અરવિંદા બેન ગામીતે જુનિયર કલાર્ક તરીકે ફરજ દરમ્યાન પોતાની અસલ સેવાપોથીમાં અને સ્કૂલ લીવીંગ સર્ટીમાં છેકછાક કરી ખોટી જન્મ તારીખ લખી સરકારી સેવામાં કાર્યરત રહી પગાર તથા હોદ્દાની રૂએ મળતા લાભો લઇ સરકારશ્રી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરનાર નિવૃત મહિલા જુનિયર કલાર્ક વીરુધ્ધ પ્રિન્સીપાલ ડો.ભદ્રેશકુમાર હરિશભાઇ પરમારની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500