એમ.જી.જી.જનરલ હોસ્પિટલ નવસારી ખાતે નવજાત શિશુ પારણા કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ઓમપ્રકાશ અગ્રવાલ, સભ્ય શ્રમતી જીજ્ઞાબેન વૈદ્ય, સિવિલ સર્જન ડો..કિરણ શાહ, ડો. દિનેશભાઇ ચાવડા, પીડીયાટ્રીશ્યન શ્રીમતી આશાબેન ચૌધરી ઉપસ્થિત રહયા હતાં.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સંકલિત બાળ સુરક્ષા યોજના વર્ષ ૨૦૧૧થી રાજયમાં અમલમાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ અનાથ, નિરાધર, ત્યાજાયેલ, મળી આવેલ બાળકોનો પુનઃ સ્થાપનનો છે. આ સંસ્થામાં આવતા ત્યજાયેલ બાળકો કે જેઓને કોઇ અવાવરુ સ્થળ પર ઝાડીમાં, કચરા પેટીમાં, ખાડા ખાબોચીયામાં ત્યજી દેવામાં આવેલા હોય તેવા બાળકોને બચાવવા મુશ્કેલ થતા હોય છે.
વાલી-વારસ દ્વારા બાળકોને ગમે ત્યાં જે તે જગ્યા પર નિરાધાર ત્યજી જ દેતા આવા બાળકોને પારણામાં મૂકવામાં આવે તો બાળકોને શારિરીક કે માનસિક કોઇપણ પ્રકારની ઇજા ન થાય અને આ બાળકોને પારણામાંથી દત્તક સંસ્થામાં દાખલ કરી બાળકોને સંપૂર્ણ સંભાળ-ઉછેર કરવામાં આવશે. એમ.જી.જી.હોસ્પિટલ નવસારી અનિચ્છિત, ત્યજાયેલ બાળકોને આવકારવા માટે પારણું મૂકવામાં આવ્યું છે. જયાં કોઇપણ માતા-વાલી-વારસ દ્વારા બાળકોને પારણામાં મૂકી શકાશે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હેમલતા ગંજીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500