Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર ચુંબન કર્યુ

  • March 01, 2024 

આજકાલના નબીરાઓ બેફામ બની રહ્યાં છે. બેફામ બનેલા નબીરાઓ હવે જાહેરમાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા છે. ત્યારે અમદાવાદના નિકોલ હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર ચુંબન કર્યુ હતું. જોકે, ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે આ યુવકને ઝડપી પડ્યો છે. 


અમદાવાદમાં જાહેર રસ્તા પર બિભત્સ ચેનચાળા જોવા મળ્યાં છે. ચાલુ બાઈક પર બિભત્સ ચેનચાળા કરવાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક અને યુવતીએ ચાલુ બાઈક પર અશ્લિલતા ફેલાવી હતી. ચાલુ બાઈક પર ચુંબન કરીને યુવક અને યુવતીએ શરમ નેવે મુકી હતી. યુવક અને યુવતી ચાલુ બાઈક પર કિસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતા એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

આ વાયરલ વીડિયો નિકોલ રિંગ રોડનો હોવાનું સામે આવ્યું છે. જોકે, વીડિયો વાયરલ થયાના ગણતરીના જ કલાકમાં પોલીસે આરોપી યુવક વિવેક રામવાનીની ધરપકડ કરી છે.  વિવેક રામવાનીની કુબેર નગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે ખુદ આ વીડિયો અને માહિતી ટ્વિટર પર શેર કરી છે. જેથી અન્ય લોકો આવુ કરતા અટકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application