કલોલના શેરીસા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દંપતી અને દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જોકે પતિ-પત્ની અને બાળક બાઈક ઉપર મેઇન રોડ પર આવી રહ્યા હતા. તે સમયે ટ્રકે તેમના બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી અકસ્માતમાં ટ્રક નીચે ચગદાઈ જતાં ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલના શેરીસામા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાન દંપતિ અને તેમના દોઢ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું શેરીસામાં રહેતા વિષ્ણુજી બાબુજી ઠાકોર (ઉ.વ.24) તથા તેમના પત્ની ભારતીબેન વિષ્ણુજી ઠાકોર (ઉ.વ.22) અને દોઢ વર્ષનો ચેહરજી ઠાકોર ખેતરમાં કામકાજ અર્થે ગયા હતા અને કામ પતાવીને તેઓ બાઈક લઈને ઘરે જવા નીકળ્યા હતા.તે સમયે ખેતરમાંથી બાઈક કાઢીને મેઇન રોડ ઉપર આવી રહ્યા હતા ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરે તેમના બાઇકને અડફેટે લીધું હતું બાઇકને ટક્કર મારતા ત્રણેય જણા ઉછાળીને નીચે પટકાયા હતા જેમાં દોઢ વર્ષના બાળકો પર ટ્રકના ટાયર ફરી વળતાં તેનું મોઢું ટ્રકના ટાયર નીચે આવી ગયું હતું જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત બનેલા પતિ-પત્નીનું પણ ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું અકસ્માતને પગલે રોડ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું જોકે ટ્રકનો ચાલક ડમ્પર સ્થળ પર મૂકીને ભાગી છૂટયો હતો. બનાવ અંગે પોલીસે ફરાર થઇ ગયેલા ચાલક સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application