Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાંચિયા અધિકારીને કમિશન પેટે બે લાખ લેવા જવા ભારે પડયા

  • December 24, 2023 

મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના બહુ ચર્ચિત આસિસ્ટન્ટ ઈજનેર લાંચના છટકામાં સપડાઈ ગયા છે, રોડના કામના બિલ મંજુર કરવા બદલ કમિશન પેટે બે લાખ લેવા જતા હાલમાં લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે.


મોરબી જિલ્લા પંચાયતમા આસિસ્ટન્ટ એન્જીનિયર, માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ મોરબી. વર્ગ - 3મા ફરજ બજાવતા ઉમંગભાઇ ચૌધરી  પી.એમ.આંગડિયા પેઢી, મોરબીના કર્મચારી પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં આવી ગયા હતા. જેમાં ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જિ. પં. હસ્તક PMGSY યોજનાના માળિયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવેથી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીનું 19.6 કિ.મી.નુ ડામર રોડનું કામ કરતા હોય જે કામના રૂ. ત્રણ કરોડ 40લાખનુ બીલ મંજૂર થવા મોકલતા જે મંજૂર કરવા આરોપીએ બે લાખની લાંચ માંગતાં મોરબી એસીબીએ લાંચના છટકામાં પકડી પાડતા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


આસિસ્ટન્ટ એન્જિનિયરે ફરિયાદીને લાંચની રકમ આંગડીયું કરી રૂ.બે લાખ મોડાસા મોકલવા જણાવેલ જેથી ફરીયાદીએ એસીબી સાથે મોરબીના આંગડીયા પેઢીથી આરોપીએ કહ્યા મુજબ રકમ પી.એમ.આંગડીયા પેઢીમાં મોકલતા એસીબી પોલીસે ઇજેનર સામે ગુનો નોંધી આરોપીને પકડવા કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application