રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ડાંગના ઇન્ચાર્જ કલેક્ટરશ્રી બી.બી. ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા શ્રી ચૌધરીએ આગામી દિવસોમાં યોજાનાર ૨૬મી જાન્યુઆરીને લગતા કાર્યક્રમ અંગે સોંપાયેલી કામગીરી સુપેરે પાર પાડવા સાથે ટેબલો અને પ્રદર્શન માટે સંબંધિત કચેરીઓને સત્વરે માહિતી પુરી પાડવા સૂચના આપી હતી. સાથે તેમજ આહવા-બોરખેત, વઘઈ-ઝાવડા, આહવા-ઘોઘલી રોડ જેવા જાહેર રસ્તા ઉપર ઘન કચરા નિકાલની કામગીરી કરવા અંગે પણ સૂચન કર્યું હતું.
એસ્પીરેશનલ બ્લોક સુબિર તાલુકાના આંગણવાડીઓમા બાળકોના વજન કરવામાં ભૂલ ન થાય તે માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરોને પોતાની કામગીરીમા ચોકસાઈ રાખવાની પણ તેમણે આ વેળા સૂચના આપી હતી. જિલ્લાના પ્રવાસન સ્થળોએ ગૃહમંત્રીશ્રી દ્વારા સ્વછતાની પહેલ કરવામાં આવી છે. ત્યારે દરેક અધિકારી, કર્મચારીઓ સ્વછતા ઝુંબેશમા જોડાઈ, જોવા લાયક સ્થળોએ પર્યટકો આવતા હોય ત્યારે, તેઓ કચરો ગમે ત્યા ના ફેંકે અને સ્વછતા બાબતે વહીવટી તંત્ર દ્વારા ધ્યાન રાખવા માટેની સમિતિના તમામ સભ્યોને તાકીદ કરી હતી.
સાપુતારા ખાતે યોજાયેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમા, સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસુલાત, પડતર તુમાર, પેંશન કેસ, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તીનો નિકાલ, જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો, પંચાયત ઈન્ડેક્સ, સરકારી વાહનોના નિકાલની કાર્યપદ્ધતિ, સી.એમ.ડેશબોર્ડ, ગ્રામસભા અને સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો વિગેરેની પણ સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500