માહિતી વિભાગ દ્વારા ડાંગ, ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેક્ટર મહેશ પટેલે, જિલ્લાના જુદા જુદા વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી કરવાની અપીલ કરી હતી.
સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા કરતા કલેક્ટરએ એ.જી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાંની બાકી વસુલાત, તુમાર નિકાલ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓ, સ્વચ્છ ભારત મિશન, સ્વાન્ત: સુખાય પ્રોજેકટ જેવા મુદ્દાઓની વિસ્તૃત છણાવટ હાથ ધરી હતી.
.કલેક્ટર પટેલે જિલ્લા કક્ષાની કચેરીઓથી લઈ ગ્રામ્ય કક્ષાની કચેરીઓને સરકારી નીતિ નિયમો અને માર્ગદર્શક સૂચનાઓ મુજબ તેમની કચેરીનો વહીવટ કરવાની સૂચના આપી હતી. કચેરી કાર્યપધ્ધતિ અનુસાર નિયત દફતર નિભાવણી, ખતવણી, જાળવણી સહિત સરકારી કામકાજના નિયમો અનુસાર જ દરેક કચેરીનો વહીવટ ચાલે તે આવશ્યક છે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500