Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાઇ

  • August 21, 2023 

ડાંગ જિલ્લા પંચયાતના પ્રમુખના, જિલ્લાના નિમપાડા થી કરાડીઆંબા થઈ ગાઠવિહિરને જોડતા માર્ગ સુધારણાના પ્રશ્ને જિલ્લા સંકલન સમિતિમાં પ્રત્યુત્તર પાઠવતા, જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈંજનેરશ્રીએ સદર કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે તેમ જણાવ્યુ હતું. ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રમુખ મંગળભાઈ ગાવિતના પ્રશ્નને વંચાણમાં લેતા કલેક્ટર આર.એમ.ડામોરે, જન પ્રતિનિધિશ્રીના પ્રશ્ન પરત્વે સત્વરે તેના નિકાલની દિશામાં કાર્યવાહી કરવાની સુચના આપી હતી.


દરમિયાન ભાગ-૨નાં નિયમિત મુદ્દાઓ એવા એજી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાની વસુલાત, તુમાર નિકાલ, નાગરિક અધિકાર પત્ર, પેન્શન કેસ, વીજળીકરણ, ગ્રામસભાના પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, માહિતી અધિકાર અધિનિયમ, પાણી પુરવઠો, શિક્ષણ અને આરોગ્ય, જિલ્લા કચેરીઓના આંતરિક પ્રશ્નો જેવા મુદ્દે કચેરીવાર સમીક્ષા હાથ ધરી સત્વરે કાર્યવાહી પૂર્ણ કરવા અનુરોધ કરાયો હતો.


બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર શિવાજી તબિયાડે જિલ્લા અધિકારીઓને મુદ્દાવાર માર્ગદર્શન આપી, કાર્યવાહી હાથ ધરવા સુચના આપી હતી. બેઠકમાં જિલ્લાની જુદી જુદી કચેરીઓ દ્વારા માહિતી ખાતા મારફત અખબારોને અપાતી જાહેરાતો, ટેન્ડર નોટીસના બાકી બીલોનું સત્વરે ચુકવણું કરવા, તથા જિલ્લા કચેરીઓની કામગીરીની વિગતો પ્રચાર-પ્રસાર હેતુ માહિતી કચેરીને સત્વરે મોકલી આપવાનો પણ અધ્યક્ષ સ્થાનેથી અનુરોધ કરાયો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application