Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ‘આંતરરાષ્ટીય મિલેટ્સ વર્ષ’ની ઉજવણી નિમિત્તે વાનગી સ્પર્ધા યોજાઇ

  • July 08, 2023 

ભારતની પરંપરાગત ખેત પેદાશો (શ્રી અન્ન)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેને અનુસંધાને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વ્યારા સેજામાં આંગણવાડી કેંદ્ર વ્યારા-૬, છીંડીયા સેજામાં આંગણવાડી કેંદ્ર પાનવાડી-૨, માયપુર સેજામાં આંગણવાડી કેંદ્ર બોરખડી-૧, અને લખાલી સેજામાં આંગણવાડી કેંદ્ર લખાલી-૧ ખાતે આંતરરાષ્ટીય મિલેટ્સ વર્ષની ઉજવણી નિમિત્તે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.



આંગણવાડી વર્કર બહેનો દ્વારા મિલેટ્સમાથી અલગ અલગ વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સી.ડી.પી.ઓ.શ્રી, મુખ્ય સેવિકા, શાળાના શિક્ષક, સરપંચશ્રી, આરોગ્ય સ્ટાફ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી હાજર રહ્યા હતા. નાગલી(રાગી), કોદરા, કાંગ, જુવાર, રાગી, બાજરી, સામો, જેવા તૃણ ધાન્ય પાકોની ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજે રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગને લીધે સમાજમાં કેન્સર અને શ્વાસ સંબંધિત રોગો અનેકગણા વધ્યા છે.



આપણી આવનારી પેઢીને સારું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઇએ. આજના ફાસ્ટ યુગમાં જંક ફૂડ અને આધુનિક જીવનશૈલીના કારણે ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ અનેકગણા વધ્યા છે. તૃણ ધાન્ય કે બરછટ પાકો ફાઈબર, સ્ટાર્ચ, પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવા ધાન્યો કોલેસ્ટેરોલ ઘટાડે છે, કબજિયાતથી બચાવે છે સ્નાયુઓના સમારકામમાં, લોહીની રચનામાં, હાડકાની રચનામાં, અને ત્વચાની તંદુરસ્તી સુધારે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application