પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો થવાની ઘટના સામે આવી છે. સુરક્ષા દળોના કાફલા પર હુમલો કરવાના કારણે 2 જવાનોના મોત જ્યારે 19 ઈજાગ્રસ્ત થયાના અહેવાલો મલી રહ્યા છે. આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલી બાઈકથી સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો છે. આ અગાઉ હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલી કારથી સૈન્ય કાફલા પર હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટના પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બની છે.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના ઈન્ચાર્જ ઈનાયતુલ્લા ટાઈગરે જણાવ્યું કે,સુરક્ષા દળોનો કાફલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનથી દક્ષિણ વઝીરિસ્તાનના અસમાન માંજા વિસ્તાર તરફ જઈ રહ્યો હતો ત્યારે એક આત્મઘાતી બોમ્બરે તેમના પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે સુરક્ષા દળોના 2 જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ આખા વિસ્તારને ઘેરી લેવાયો છે અને પાકિસ્તાનની કાયદા અમલીકરણ એજન્સીઓઓએ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. હાલ કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી.
આ અગાઉ બુધવારે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઉત્તર વજીરિસ્તાનના દત્તા ખેલ બજારમાં એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કારથી સુરક્ષા ચોકીને નિશાન બનાવી હતી, જેમાં બે સૈનિકો સહિત ચાર લોકો સામેલ હતા. આજનો આત્મઘાતી હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો હતો, જે અફઘાનિસ્તાનની સરહદે છે અને આતંકવાદી જૂથ TTPનો જૂનો ગઢ હોવાનું કહેવાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500