હાલમાં રાજ્યની વિવિધ જેલોમાંથી કેદીઓ ફરાર હતા અને જેથી વધુમાં વધુ જેલમાંથી ફરારી કેદીઓને પકડી પકડવાની સુચના અને માર્ગદર્શનથી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. જેલમાંથી ફરાર કેદીઓની તપાસમાં હતા. તે દરમિયાન માહીતી મળેલી કે, અમદાવાદ ફેમીલી કોર્ટનાં ફોજદારી મુજબના કામે અર્જુનભાઇ મોહનભાઇ પટેલને દોષીત જાહેર કરી સજા કરવામાં આવેલી અને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવવા સારૂ રાખવામાં આવેલ હતો. આ કામના કેદીને વચગાળાના જામીન પર રજા ઉપર મુક્ત કરવામાં આવેલા અને તા1ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર નહીં થતા ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. જે પાકા કામના કેદી અર્જુનભાઇ મોહનભાઇ પટેલની તપાસ કરતાં ફરાર કેદી અમદાવાદ શહેરનાં નિકોલ વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળી હતી. તે આધારે પેરોલ ફર્લોની ટીમના પોલીસ સ્ટાફે આરોપીને ઝડપી પાડી જરૂરી પોલીસ જાપ્તા સાથે સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application