બીલીમોરાનાં કેસલી ગામે ભાઈની પત્ની સાથે બોલચાલ કરતા ફળિયાના એક યુવક સાથે આ બાબતે સમાધાન થયેલ હોય. આ બાબતની અદાવત રાખી બંને પક્ષે વચ્ચે મરામારી થઇ હતી. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, બીલીમોરા નજીકના કેસલી ગામે મંદિર ફળિયામાં રહેતાં હિતેશભાઈ ઉર્ફે ભાવેશભાઈની પત્ની સાથે તેમના ફળિયામાં રહેતાં પ્રિત ચંદુભાઈ પટેલ સાથે બોલચાલ હતી. જે બાબતને લઈ બંને પક્ષે સમાધાન થયું હતું. જયારે આ ઘટનાને લઈ જીગ્નેશ રમણભાઈ પટેલે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેઓ ગામના ચાર રસ્તે ઉભો હતો.
તે સમયે તેના જ ફળિયામાં રહેતો હર્ષ ચંદુભાઈ પટેલે તેને કહ્યું હતું કે, તું સાચવીને રહેજે તારા કાકાભાઈ હિતેશની પત્ની સાથે મારા ભાઈ પ્રિત સાથે બોલવા ચાલવાની ઘટના અંગે અચાનક ઝઘડો કરી રસ્તાની બાજુમાંથી લાકડુ ઉઠાવીને માથામાં મારી ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ ફરિયાદી જીગ્નેશ તેનો પિતરાઈભાઈ હિતેશ ઉર્ફે ભાવેશ અને રાહુલ સાથે હર્ષના ઘરે પહોંચી અગાઉના પ્રકરણની વાતો કરી રહ્યા હતા.
જેમાં ઉગ્ર બોલાચાલી થતાં હર્ષ પટેલ અને તેના ભાઈ પ્રિતે લોખંડની એંગલથી જીગ્નેશને અને હિતેશ ઉર્ફે ભાવેશને એંગલનો ફટકો માથામાં મારી દીધેલો તો પ્રિતે સળિયા વડે રાહુલ પટેલને ઇજા પહોંચાડી હતી અને હંસા બેને પણ ઢીકમુક્કીનો માર માર્યો હતો. જ્યારે સામાપક્ષે પણ હંસાબેન ચંદુભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે, જ્યારે તેઓ પોતાના બંને પુત્રો હર્ષ અને પ્રિત સાથે ઘરે હાજર હતા.
તે વખતે જીગ્નેશ રમણભાઈ પટેલ, હિતેશ ઉર્ફે ભાવેશ શંકરભાઈ પટેલ અને રાહુલ મોહનભાઈ પટેલ મારા ઘરે આવીને મારા બંને પુત્રો સાથે બોલાચારી અને ઝઘડો કરી માર મારતા હતા ત્યારે માતા હંસાબેન છોડાવો વચ્ચે પડતા તેઓને પણ આંગળીમાં બીજા પહોંચી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે બંને પક્ષે સામસામી ફરિયાદ બીલીમોરા પોલીસે જીગ્નેશ રમણભાઈ પટેલ, હિતેશ ઉર્ફે ભાવેશ શંકરભાઈ પટેલ અને રાહુલ મોહનભાઈ પટેલ, હર્ષ ચંદુભાઈ પટેલ, પ્રીત ચંદુભાઈ પટેલ તથા હંસાબેન ચંદુભાઈ પટેલ મળી કુલ 6 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500