નવસારીનાં ગાંધી સ્મૃતિ અને વેડછા રેલવે સ્ટેશન વચ્ચે જૂનમાં રેલવે વિભાગની 15 લાખના મૂલ્યની 6 ડીપી ચોરાઈ હતી પણ હદ બાબતે વિવાદ હોય ત્રણ માસ બાદ રેલવે પોલીસમાંથી જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પશ્ચિમ રેલ્વેમાં ફરજ બજાવતા અધિકારી જય વિશ્વનાથ નાયર (રહે.ખાર, મુંબઈ) જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 26 જૂન પહેલા ગાંધી સ્મૃતિથી વેડછા તરફ રેલ્વે થાંભલા 74/490 નજીક આવેલી રેલ્વેની 6 ડીપી રૂપિયા 15 લાખની ચોરી થઇ ગઇ હતી. આ બનાવની તપાસ પહેલા આરપીએફ કરી રહી હતી પણ હદ જલાલપોર પોલીસમાં આવતી હોય રેલવે પોલીસે રેલવે અધિકારી જય નાયર સાથે આવીને 15 લાખના મૂલ્યની રેલ્વેની ડીપી ચોરાયાની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ તપાસ કરી રહ્યાં છે. ચોરીના સામાન બાબતે હવે જલાલપોર પોલીસ તપાસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application