નવી સિવિલ ખાતે કિડની બિલ્ડિંગમાં ટ્રોમા સેન્ટરમાં તથા વિવિધ વોર્ડમાં વર્ગ-4નાં કેટલાક કર્મચારીઓ યોગ્ય કામગીરી કરતા ન હોવાની ફરીયાદ સામે આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવી સિવિલ ખાતે કિડની બિલ્ડિંગમાં ટ્રોમા સેન્ટરમાં ક્યારેક રાત્રીના સમયે કોઇક સર્વન્ટ ફરજ દરમિયાન ગાયબ થઇ જાય છે. જેના લીધે ટ્રોમા સેન્ટરમાંથી દર્દીને એકસ-રે, સોનોગ્રાફી, વિવિધ વોર્ડમાં લઇ જવામાં હાલાકી વેઠવાનો વારો આવે છે. આ અંગેની ફરીયાદ આર.એમ.ઓ કચેરીમાં થઇ હતી.
આ ઉપરાંત વિવિધ વોર્ડ સહિતનાં વિભાગમાં અમુક સર્વન્ટ યોગ્ય કામ કરતા ન હોવાની ફરીયાદ પણ વોર્ડના સ્ટાફે સિવિલના અધિકારીને કરી હતી. જેમાં વોર્ડમાં પુરતા સર્વન્ટ મુકવામાં આવતા નથી, અમુક સર્વન્ટ નાઇટમાં કચરા-પોતુ કરતા નથી, કોઇનું સાંભળતા નથી, ઉપયોગી સાધનોની પણ સફાઇ કરતા નથી, અમુક સર્વન્ટ રાતે સુઇ રહે છે, ઓપરેશન થિયેટરમાં ઘણી વખત નવા સર્વન્ટ ફરજ પર મુકતા હોવાથી તકલીફ પડે છે, પુરૃષ સર્વન્ટની જગ્યાએ મહિલા સર્વન્ટ ફાળવે છે વગેરે ફરીયાદ ઘણા દિવસથી ઉઠી રહી હોવાનું જાણવા મળ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500