રાજપીપળાનાં DGVCLનાં ફાઇનાન્સ-એકાઉન્ટ વિભાગમાં વારંવાર કોન્ટ્રાકટરો પાસે પૈસા માંગવાની ફરિયાદો ઉઠવા પામી છે. સરકારી કર્મચારીઓ તેમના એકાઉન્ટમાં અન્ય કોઈ આવક દર્શાવી શકતા નથી. પરંતુ DGVCLનાં ફાઇનાન્સ-એકાઉન્ટ વિભાગનાં અઘિકારીઓ કોન્ટ્રાકટરો પાસે બિલો પાસ કરવા ગૂગલ પે’નાં માધ્યમથી વારંવાર પૈસા વસુલે છે. એમને કોઈ ઉપલા અધિકારીનો ડર નથી. જેથી DGVCL ફાઇનાન્સ વિભાગનાં અધિકારીઓ સુધી આ રકમ પહોંચે છે અથવા તો બધાનો ભાગ બટાઈ છે કે નહિં એ પણ તપાસનો વિષય છે. સામાન્ય સંજોગોમાં પ્રજા કે કોન્ટ્રાકટરો ફરિયાદ કરવાનું ટાળે છે.
પરંતુ જ્યારે અતિશય થાય ત્યારે તે ફરિયાદ કરતા હોય છે. જેથી કોન્ટ્રાકટરે રાજપીપળાની ડિવિજન કચેરીમાં DGVCLનાં એક ભ્રષ્ટ કર્મચારી સામે ફરિયાદ કરી છે. પરંતુ મેનેજમેન્ટ તેના ઉપર કોઈ પગલાં લઈ કાર્યવાહી કરતું નથી, જે શંકા ઉપજાવે છે. કહેવાય છે કે, અશ્વિન વસાવાનાં ઉપલી કચેરીનાં અધિકારીઓ સાથે ખૂબ સારા સંબંધ છે. આથી તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નથી. આથી ફરિયાદી કોન્ટ્રાકટરે માગ કરી છે કે, ભ્રષ્ટ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી કાર્યવાહી કરવામાં આવે. જેથી તે સત્તાના જોરે તપાસમાં દબાણ ઉભું ન કરી શકે અને તથસ્ટ તપાસ થાય. જોકે આ મુદ્દે રાજપીપળા DGVCLનાં એક અધિકારીએ જણાવ્યું કે, આ બાબતની તપાસ ચાલુ છે. ત્યારે આગળ શું તપાસ થશે તે જોવું રહ્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500