નર્મદાના નાંદોદ તાલુકાના નરખડી ગામે જમીન બાબતના ઝગડામાં બે જુથો વચ્ચે સામસામે ફરિયાદ થતાં આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. મળતી માહિતી મુજબ, નાંદોદ તાલુકાના નરખડી ગામ ખાતે જમીનમા નિલેશ સુરેશ પંડ્યા (રહે.વિમલેશ્વર સોસાયટી સુભાનપુરા વડોદરાના ભાગે આવેલી જમીનમાં ફરિયાદીએ ખેતીના કામમાં ઉપયોગમાં આવતાં સાધનો મુકવા માટેનું ઘર બનાવે છે. તે ઘરની દિવાલને આ કામના આરોપીઓ સુરેશ લાલજી પંડ્યા, હિમાંશુ સુરેશ પંડ્યા, સીમાબેન સુરેશ પંડ્યા (રહે.વિમલેશ્વર સોસાયટી, સુભાનપુરા વડોદરા), કેયુર રમણ પટેલ (રહે.ગોરવા શાસ્ત્રી ચોક વડોદરાએ તોડી નાંખેલી હતી.
જેથી ફરિયાદીએ ચારેય તહોદારનાઓને દિવાલ તોડવા બાબતે કહેતાં ચારેય આરોપીઓએ ફરિયાદીને કહેતા હતા કે આ જમીનમાં તારો કોઈ ભાગ નથી? અને આ જમીન ઉપર તારે આવવાનું નહી? અને આ જમીનમાં તારે બાંધકામ કરવું નહીં? તેમ કહી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા ફરિયાદીના સાહેદ કાળુભાઈ રાવલ તથા ઈશ્વરભાઈ રાવલનાને મારમાર્યો હતો તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવામાં એક બીજાની મદદગારી કરી ગુનો કર્યો તે બાબતે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત ધમકીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી ફરિયાદમાં નાંદોદ તાલુકાના નરખડી ગામે જમીન બાબતના ઝગડામાં બે શખ્સો વિરુદ્ધ ગુનાહિત ધમકીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે નરખડી ગામની સીમમાં ફરિયાદી હિમાંશુ સુરેશ પંડ્યા (રહે.વિમલેશ્વર સોસાયટી સુભાનપુરા વડોદરા)ની માતા ફરિયાદીના સાહેદ સીમાબેન સુરેશભાઈ પંડ્યાની જમીનમાં ખેતીના કામકાજ માટે ખેતરે હાજર હતા. તે વખતે આરોપીઓ નિલેશ સુરેશ પંડ્યા, કાળુભાઈએ ફરિયાદી પાસે આવીને અને ફરિયાદીના મિત્ર અને ફરિયાદીના સાહેદ કેયુરભાઈ રમણભાઈ પટેલને માર મારવા લાગેલાં તે પછી આ બંન્ને આરોપીઓ ફરિયાદીને કહેવા લાગેલા કે આ જમીનમાં તમારે આવવાનું નહી? અને આ ખેતર મારું છે.
તેમ કહી બંને આરોપીઓમાર મારવા લાગેલાં અને આ બનાવમાં ફરિયાદીના પિતા ફરિયાદના સાહેદ સુરેશભાઈ લાલજીભાઈ પંડ્યા તથા ફરિયાદીની માતા સાહેદ સીમાબેન સુરેશભાઈ પંડ્યા વચ્ચે પડી ફરિયાદીને વધુ માર માંથી બચાવેલા તે પછી આ બંને આરોપીઓએ ફરિયાદીના સાહેદ ફરિયાદીના માતા-પિતા તથા મિત્રને મન ફાવે તેવું બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી તે બાબતે બંને આરોપીઓ વિરુદ્ધરાજપીપલા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ધમકીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500