ચૂંટણી પહેલા ગુજરાતમાં ચાલતા આંદોલનોનો નિવેડો લાવવાના હેતુસર સરકાર હરકતમાં આવી છે અને જીતુ વાઘાણી,હર્ષ સંઘવી,ઋષિકેશ પટેલ,બ્રિજેશ મેરજા સહીતના મંત્રીઓ આ કમિટીમાં સામેલ છે. ત્યારે આશા વર્કર બહેનો અને જૂનિયર તબીબો મામલે સરકારે પોઝિટીવ રીતે તેમની મહત્વની માંગો સ્ટાઈપેન્ડ અને વધારાને લઈને બાહેધરી આપી છે તેવામાં બીજું એક આંદોલન ફરી શરુ થઈ રહ્યું છે.
VCEનું સ્થગિત થયેલું આંદોલન 8 સપ્ટેમ્બરના રોજ ફરીથી શરૂ થઈ રહ્યું છે.
સરકાર સાથેની મંત્રણા બાદ 8 મહિના થયા હોવા છતાંય ઉકેલ ના આવતા આંદોલન પાછું ચાલુ થશે. ગુજરાતમાં એક પછી એક આંદોલનો અત્યારે ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીઓમાં વિવિધ માંગોને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોથી લઈને તલાટીઓ તેમજ નિવૃત સેનાના જવાનોથી લઈને આરોગ્ય કર્મચારીઓ વિવિધ પ્રકારની મક્કમતાથી માંગણીઓ કરી રહ્યા છે. આ આંદોલનનો અંત લાવવા અને તેમની માંગણીઓ સ્વિકારવા માટે સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે.
VCE કર્મચારીઓ આ માંગ સાથે 8 સપ્ટેમ્બરે આંદોલન કરશે
રાજ્યની 14 હજાર ગ્રામ પંચાયતમાં 14 હજાર VCE કર્મચારીઓ કામ કરે છે. કર્મચારીઓની માગ છે કે તેમને જે પગાર આપવામાં આવે છે તેમા થતો ભેદભાવ દૂર કરવામાં આવે, અન્ય કર્મચારીઓની જેમ ભથ્થા સહીતના દરેક પ્રકારના સરકારી લાભ આપવામાં આવે. આ ઉપરાંત VCE કર્મીઓએ માંગ કરી છે કે, ગ્રામ પંચાયતોમાં VCE કર્મીઓને કમિશન મળે અને સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે, પગાર ધોરણ આપવામાં આવે અને કાયમી કરી સરકારી લાભ આપવામાં આવે. આમ વિવિધ માંગણીઓ સાથે 8 સપ્ટેમ્બરે આંદોલન કરશે.
આપ પાર્ટીએ VCE કમિશનને દર મહિને 20,000 પગારની ગેરન્ટી આપી
અરવિંદ કેજરીવાલે શનિવારે ગુજરાત મુલાકાતમાં ગેરન્ટી આપતા કહ્યું કે,VCE (વિલેજ કોમ્યુટર એંટરપ્રિન્યોર) ના લોકોની મોટા પાયે એક જ માંગણી છે કે કામને હિસાબે આપવામાં આવતું કમિશન પહેલેથી જ ઘણું ઓછું છે અને રાજ્ય સરકાર તેમાંથી અમુક ભાગ લઇ લે છે. આ કમિશનબાજી બંધ કરીને દર મહિને એક પગાર હોવો જોઇએ.VCE ના સેક્રેટરીએ મને જણાવ્યું છે કે પગાર 20,000 પ્રતિ માસ હોવો જોઈએ. અમને આ મંજૂર છે. સરકાર બન્યા પછી આ કામ 28 ફેબ્રુઆરી પહેલા થઈ જશે.VCE ગામની દરેક વ્યક્તિને ઓળખે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500