Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોર્યાસી તાલકુાનાં સબ સેન્ટર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કલબ મીટીગ યોજાઈ

  • August 25, 2023 

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોહિણીના સબ સેન્ટર ખરવાસાના ગામ બોણંદની પ્રાથમિક શાળામાં ધો.૫ થી ૮ના ૮૭ બાળકોની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત કલબ મીટીંગ યોજાઈ હતી. જે કલબ મીટીંગમાં પ્રા.આ.કેન્દ્ર મોહિણીના સબસેન્ટર ખરવાસાના CHO, FHW, MPHW, RBSK MO તેમજ ફાર્માસિસ્ટ હાજર રહ્યા હતા. કલબ મીટીંગમાં CHOએ બાળકોમાં થતા શારીરિક અને માનસિક ફેરફારો, RTI/STI વિશેની સંપૂર્ણ માહિતી, બાળકોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, હીપેટાઇટીસ અને HIV/AIDS રોગ વિશેની માહિતી, પર્સનલ હાઈજીન વિશેની સંપૂર્ણ માહિતી, કિશોરીઓ માટે મેન્સ્યુઅલ હાઈજીન વિશે વિસ્તૃત ચર્ચા, સેનેટરી નેપકીનના યોગ્ય નિકાલની રીત વિશે પૂરતી જાણકારી આપી હતી.



આ ઉપરાંત જનરલ ન્યુટ્રીશન બાબતે જ્ઞાન, જંકફૂડ એટલે કે એવો ખોરાક કે જેનું પોષક મુલ્ય ઓછું હોય છે અને સામાન્ય રીતે પેકેજડ નાસ્તાના રૂપમાં ઉત્પાદિત થાય છે તેવા ખોરાકના ગેરફાયદા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. વિકલી NIPI (નેશનલ આયર્ન પલ્સ ઈનીસેટીવ) કાર્યક્રમ અંતર્ગત બાળકોને આયર્ન ફોલીક ટેબલેટ વિશેની માહિતી આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલના જરૂરી માર્ગદર્શન હેઠળ નિયમિતપણે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) કલબ મીટીંગ યોજવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application