Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા બસ સ્ટેશન સહિત સાપુતારા અને વઘઇ ખાતે પણ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

  • August 23, 2023 

રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ હસ્તક કાર્યરત વલસાડ એસ.ટી વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના આહવા ડેપોએ, નિગમની મુસાફર જનતાની સુખાકારી સાથે સવલતો, અને સ્વ્છતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વિશેષ 'સ્વચ્છતા અભિયાન' હાથ ધર્યું છે. જાહેર જનતાની ચહલપહલથી વ્યસ્ત એસ.ટી. ડેપો આહવા દ્વારા આહવાના બસ સ્ટેશનની પ્રિમાઈસીસ, મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા, જાહેર શૌચાલય વિગેરેની સ્વચ્છતા માટે, વલસાડ વિભાગના વિભાગીય નિયામક એન.એસ.પટેલ દ્વારા, વિભાગના તમામ શાખા અધિકારીઓ, ડેપો મેનેજરને ગૂગલ મીટના માધ્યમથી યોજાયેલી મિટિંગમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અંગે મળેલી માર્ગદર્શક સૂચનાઓને ધ્યાને લેતા, આહવા ડેપો દ્વારા આ ડ્રાઇવ યોજવામાં આવી હતી.



દરમિયાન આહવા બસ સ્ટેશન સહિત ડેપોના તાબા હેઠળના સાપુતારા, અને વઘઇ કંટ્રોલ પોઈન્ટ ખાતે પણ ફરજ બજાવતા ટ્રાફીક સુપરવાઇઝર, ટી.સી., તેમજ ડ્રાઇવર/કંડક્ટર જેવા કર્મયોગીઓ દ્વારા સફાઇ અને સ્વ્છતા માટેનો 'શ્રમયજ્ઞ' હાથ ધરાયો હતો. સૌની સહભાગીદારીતાથી યોજાયેલા આ વિશેષ સફાઈ અભિયાનમાં સ્વયં ડેપો મેનેજર સહિત એડમિન સ્ટાફ, સુપરવાયઝરી સ્ટાફ, મિકેનિક, ડ્રાઇવર, કંડક્ટર વિગેરે દ્વારા સંયુકત રીતે સફાઈ અભિયાન હાથ ધરી, સ્વ્છતાના ધોરણમાં નોધપાત્ર સુધારો થાય, અને જાહેર મુસાફર જનતાને સ્વચ્છ ડેપો, અને સ્વચ્છ જાહેર શૌચાલાયની વ્યવસ્થા પૂરી પાડી શકાય તે સુનિશ્ચિત કરાયું છે.



આહવા ડેપો અને બસ સ્ટેશન સહિત તેના તાબા હેઠળના સાપુતારા, અને વઘઇ કંટ્રોલ પોઈન્ટ ખાતે ફરજા બજાવતા ટ્રાફીક સુપરવાઇઝર, ટી.સી., તેમજ ડ્રાઇવર, કંડક્ટર ભાઈ/બહેન કર્મચારીઓ દ્વારા સફાઇ અને સ્વ્છતા માટેનું શ્રમદાન યોજી, સૌના સહકારથ બસ સર્ક્યુલેશન એરીયા, મુસાફર બેઠક વ્યવસ્થા, પંખા, દીવાલો, પિલરો, તથા છતની સફાઈ સાથે શૌચલાયની સફાઈ, ડ્રાઈવર/કંડકટર રેસ્ટરૂમ ,લેડીસ રેસ્ટરૂમ, તેમજ કંટ્રોલ કેબીન સહિત તમામ ઓફીસોની પણ યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવી હતી. અહીં કાયમી રીતે સફાઇનું ધોરણ જળવાઇ રહે તે માટે ડેપો મેનેજર દ્વારા વિશેષ મોનિટરિંગ કરી, ડેપોમાં સફાઈ વ્યવસ્થા બાબતે સતત સતર્કતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો  હતો. ઉલ્લેખનિય છે કે, એસ.ટી.નિગમના કર્મચારીઓ સાથે જાહેર મુસાફરોની પણ સ્વચ્છતામાં સહભાગીદારી સાથે, વલસાડ વિભાગના તમામ એસ.ટી. સ્ટેન્ડસ, અને કંટ્રોલ પોઈન્ટ ઉપર આ મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેની ચકાસણી પણ ઉચ્ચ અધિકારીઓએ દ્વારા થઈ રહી છે. તેમ, ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application