Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડુંગરામાં રમતી બાળકી કાર અડફેટે આવતાં મોત, ચાલક સામે ગુનો દાખલ

  • August 02, 2023 

વાપીનાં ડુંગરામાં ઘર આગળ રમતી બાળકીને કારનાં ચાલકે અડફેટમાં લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઘટના અંગે પિતાએ પોલીસમાં ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીનાં ડુંગરા ખાતે ભોપાલી નગરમાં રહેતા સમસુદ્દીન ગ્યાસુદ્દીન શેખ શુક્રવારે ઓમની ટાયર સર્વિસમાં કામ ઉપર ગયા હતા. જ્યાંથી સાંજે પરત ફરતી વખતે ઘર આગળ માણસોનું ટોળું જોવા મળ્યું હતું.


ત્યારે સમસાદભાઇ પાણીવાળાએ જણાવેલ કે, અકબર ખાનનો છોકરો બરકત ખાનએ તેની સ્વીફ્ટ કાર નંબર GJ/15CB/8489 લઇ ઘરથી નીકળતી વખતે 4 વર્ષીય છોકરી ઉમેરાને અડફેટમાં લેતા લોહી લુહાણ હાલતમાં તે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયારે છોકરીને જોતા ડાબા પગમાં ગંભીર ઇજા હોય વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં દાખલ કરી સ્વીફ્ટ કારનો ચાલક બરકત ખાન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application