ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક મહક/1098/528(1) વ.તા.17/058/2022 અન્વયે ગુનેગારોને પકડવા તેમજ ગુનેગારોને પકડવામા પોલીસ સત્તાવાળાઓને મદદ કરવાની ભુમિકાના ભાગરૂપે ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને પકડવામા મદદરૂપ થનાર ખાનગી વ્યક્તિઓ,બાતમીદારોને ઇનામ આપવાની જોગવાઇને ધ્યાને લઇ, જરૂરી શરતોને આધિન આગોતરા ઇનામ જાહેર કરવામા આવેલ છે.
રોકડ 10,000/- ( અંકે દસ હજાર પુરા)નુ ઇનામ આપવાનુ જાહેર કરવામા આવેલ છે.
જેમા જિલ્લાના ટોપ 10 નાસતા ફરતા ઓરોપીઓ નક્કી કરી, સદર આરોપીઓને પકડવામા સારૂ આગોતરા ઇનામ જાહેર કરેલ છે.ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી રવિરાજસિંહજી જાડેજાના જણાવ્યા અનુસાર, જિલ્લામા ટોપ-10 નાસતા ફરતા આરોપીઓને ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપી પકડવામા મદદરૂપ થનારનુ નામ ગુપ્ત રાખવાની શરતોને ધ્યાને લઇ, પ્રોત્સાહક રૂપે ઠરાવેલ શરતોને આધિન રોકડ 10,000/- ( અંકે દસ હજાર પુરા)નુ ઇનામ આપવાનુ જાહેર કરવામા આવેલ છે. નાસતા ફરતા આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપી પકડવામા મદદરૂપ થનારનુ નામ ગુપ્ત રાખવામા આવશે.
ડાંગ જિલ્લાના ટોપ-10 આરોપીઓના નામ અને વિગતો આ મુજબ છે.
- સોમીબેન સુભાષભાઇ નિકમ રહે.વખારવાડી તા.દેવડા જી.નાશીક,
- મોહનભાઇ સતર્યાભાઇ પવાર રહે. કોયલીપાડા તા.આહવા, જી.ડાંગ,
- નવીનચંદ્ર શુકરભાઇ કુંકણા રહે. આહવા ગાંધી કોલોની તા.આહવા જી.ડાંગ,
- ભાઉ ઉર્ફે સંદિપ ઉર્ફે ગણેશભાઇ અશોકભાઇ રાઉત રહે. નિફાડ તા. નિફાડ જી.નાશીક,
- અજય ઉર્ફે મુન્ના રાજબલી રહે. કેશવપુર તા.ક્ષાનપુર જી.સતારવિધ્યાસનગર, ઉત્તરપ્રદેશ.
- રમેશભાઇ દુભે રહે. આકવાકોલી શાંતાકુર્ઝ મુંબઇ,
- સુરેશ ઉર્ફે અશ્વિનભાઇ ઓમ રહે. કમલાપુર તા.મોરસિંહ જી.અમરાવતી મહારાષ્ટ્ર,
- નીશનસીંગ મહાસિંગ રાજપુત રહે. 68 ગુરૂદાસપુર કોલોની રાજપુરા શહેર પટીયાલા પંજાબ,
- નીશનસીંગ જીતસિંગ લબાના રહે. ભરતકોલોની રાજપુરા શહેર પટીયાલા પંજાબ,
- 1વિજયઉર્ફે વિજુ ઉર્ફે વિનોદ મુરલીધર રહે.એ-4 વલ્લભ કોમ્પલેક્ષ મહાવિર હોલ ચાર રસ્તા જૈન દેરાસર પાસે વડોદરા શહેર.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500