સુરતની યુનિવર્સિટીમાં થયેલા હંગામા મામલે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિત અન્ય ચાર લોકો વિરુદ્ધ સેકન્ડ પાર્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ઉમરા પોલીસ મથકના સંબંધિત સૂત્રો પાસેથી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર સેનેટ ચૂંટણીના પરિણામ સમયે યુનિવર્સિટી ખાતે થયેલા હંગામા ના મામલે આપ નેતા વિરોધ વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બીભત્સ ઈશારાઓ કરી ગાળો આપી હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે 16 મી ઓગસ્ટના રોજ યુનિવર્સિટી ખાતે સેનેટ ના સભ્યો ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા,ત્યારે આ પરિણામ સમયે આપ પાર્ટી અને એબીવીપી વચ્ચે હંગામો થયો હતો બંને વચ્ચે ઘર્ષણ થતાં સામસામે મારામારીની ઘટના પણ સામે આવી હતી,આ સમયે આપના વિપક્ષે નેતા ધર્મેશ ભંડેરી સહિત ચાર વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે,જેમાં 19 વર્ષીય વિદ્યાર્થીની એ ગેર વર્તન કરી ગાળો બોલી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરાવી છે,જોકે આ અંગે ઉમરા પોલીસ દ્વારા વધુ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500