ટૂરીસ્ટ વિઝા પર આવી મુંબઈમાં વેબ સિરિઝનું શૂટીંગ કરનાર 17 વિદેશી કલાકારો સામે દહીંસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આતમામ વિદેશી કલાકારો સામે વિઝાનાં નિયમોનું ઉલ્લંધન કરવાના આરોપસર FIR નોંધી હતી. આ લોકોમાં10 પુરુષ અને 7 મહિલાઓનો સમાવેશ થાય છે. દહીંસર પોલીસને એવી માહિતી મળી હતી કે, આ તમામ કલાકારો વિદેશથી ટુરિસ્ટ વિઝા પર આવી અહીં વેબ સિરિઝનું શૂટીંગ કરી રહ્યા છે. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે દોડી શૂટીંગ અટકાવ્યું હતું.
પોલીસે આ વિદેશી કલાકારોની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની પાસે શૂટીંગની પરવાનગી હતી પણ ભારતમાં શૂટીંગ માટે ભલે આવ્યા હોય પણ ટુરીસ્ટ વિઝા લઈ તેમણે નિયમોનું ઉલ્લંધન કર્યું હતું. પોલીસે હાલ તો આ લોકોને ફોરેનર્સ એક્ટની કલમ 14 (B) હેઠળ ગુનો દાખલ કરી નોટીસ બજાવી છે. આ કલાકારોમાં અમુક રશિયા તો અમુક યુકેના નાગરિકો છે. જેમાં અમુક ડાન્સર તો અમુક બેક-સ્ટેજ પર્ફોમર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application