Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લા પાંચ વર્ષથી પ્લોટ ઉપર કબ્જો જમાવનાર છ લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો

  • July 17, 2023 

ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં પરિવારનાં પ્લોટ ઉપર છેલ્લા પાંચ વર્ષથી કબજો જમાવીને બાંધકામ પણ નહીં કરવા દેતા ગાંધીનગર કલેક્ટરમાં ફરિયાદ કરવામાં આવી હતી અને જેના પગલે છ આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લામાં જમીન-મકાન સહિતની મિલકતો બચાવી પાડવાની ઘટનાઓ વધી રહી છે.



ત્યારે આવા તત્વો સામે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર-23માં આવેલી સરકારી વસાહતમાં રહેતા અને પાટનગર યોજના વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કમલેશકુમાર રમેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે, રાંધેજા ગામના તેમનો વડીલો પાર્જીત પ્લોટ આવેલો છે જેની ઉપર બાંધકામ કરવા જતા રાંધેજામાં જ રહેતા ચીમનભાઇ નાગરભાઇ દંતાણી, જીવતબેન ચીમનભાઇ દંતાણી, રાજેશ ચીમનભાઇ દંતાણી, અજીત ચીમનભાઇ દંતાણી, ભાવનાબેન અજીતભાઇ દંતાણી, પ્રકાશ ચીમનભાઇ દંતાણી દ્વારા રોકવામાં આવ્યા હતા અને તકરાર કરવામાં આવી હતી.



આ વ્યક્તિઓ દ્વારા આ પ્લોટ પચાવી પાડવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા ગાંધીનગર કલેકટર કચેરીમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સુનાવણીના અંતે આ વ્યક્તિઓ દ્વારા પ્લોટ પચાવી પાડવામાં આવ્યો હોવાનું બહાર આવતા પેથાપુર પોલીસ દ્વારા લેન્ડ ગેબીંગ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application