Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તમિલનાડુની રુક્મણી દેવી કોલેજ ઓફ ફાઈન આર્ટ્સનાં એક પ્રોફેસર સામે જાતીય સતામણી કરવાનો કેસ નોંધવામાં આવ્યો

  • April 01, 2023 

તમિલનાડુની રુક્મણી દેવી કોલેજ ઓફ ફાઈન આર્ટ્સનાં એક પ્રોફેસર સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. કલાક્ષેત્ર ફાઉન્ડેશનની પૂર્વ વિદ્યાર્થીનીએ ચેન્નઈ સિટી પોલીસ સમક્ષ પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પૂર્વ વિદ્યાર્થીનીએ પોલીસ કમિશનર શંકર જીવાલ સાથે મુલાકાત કરીને ફરિયાદ કરી હતી કે, આસિસ્ટન્ટ પ્રોફેસર હરિ પદમને તેને અશ્લીલ મેસેજ કર્યા હતા.






આ ફરિયાદ આદ્યાર મહિલા પોલીસ સ્ટેશને મોકલાઇ હતી જ્યાં પ્રોફેસર સામે કેસ દાખલ કરાયો હતો. પદમન સામે IPCની કલમ 354એ (જાતીય સતામણી) અને 506 (ગુનાઈત ધમકી)નો કેસ દાખલ કરાયો હતો. અગાઉ ગતરોજ જ કલાક્ષેત્ર ફાઉન્ડેશનની લગભગ 100 વિદ્યાર્થિનીઓએ ઓછામાં ઓછા ચાર પુરુષ ફેકલ્ટી સભ્યો સામે દુર્વ્યવહાર અને જાતીય સતામણીની ફરિયાદ કરતા તમિલનાડુ મહિલા આયોગમાં અરજી દાખલ કરી હતી. જયારે જાતીય સતામણીના વિરોધ અંગે ગુરુવારે વિદ્યાર્થિનીઓએ દેખાવો શરૂ કરી દીધા હતા જે શુક્રવારે પણ ચાલુ રહ્યા હતા. ધરણાને કારણે કોલેજ બંધ રખાઈ હતી. રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ એ.એસ.કુમારી પણ કેમ્પસની મુલાકાતે આવી પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application