Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરામાં અકસ્માત બાબતે બોલાચાલી અને મારામારી થતાં મામલો પોલીસ મથકે નોંધાયો

  • June 16, 2024 

વડોદરાની મકરપુરા જીઆઇડીસી કોલોનીમાં રહેતા યુવરાજસિંહ રાઠોડ તેના પિતા તથા નાના ભાઈ નિકુંજ સાથે એક કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમે ત્રણેય પિતા પુત્ર નોકરી પર ગયા હતા અને બપોરે જમવા માટે ઘરે આવ્યા હતા. જમ્યા બાદ પરત નોકરી જતા હતા ત્યારે હું અને મારો ભાઈ મોપેડ લઈને તથા મારા પિતા બાઇક લઈને આવતા હતા. ત્યારે માંજલપુર સિકોતર નગર પાસેથી અમે પસાર થતા હતા તે સમયે અલવાનાકામાં રહેતો બબ્બન તેની મોટરસાયકલ લઈને અમારી સામે આવતા અમારે અકસ્માત થયો હતો. જેથી મેં તેને બાઇક ધીરી ચલાવવા માટે કહેતા તેણે મને ગાળો બોલી અને તેના બે સાગરીતોને બોલાવીને મને માર માર્યો હતો. આરોપી રાજ વારકેએ મને પકડી લીધો હતો અને બબ્બને પથ્થર વડે મને માર માર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application