લિંબાયત રતનચોક આંગણવાડી પાસે જાહેરમાં ગઈકાલે બપોરે જેની વચ્ચે ઝઘડો થયો હતો તે બે જણા સાઈટમાં રહી ગયા હતા અને તેમના તરફી સમાધાન કરવા માટે ભેગા થયેલા લોકો વચ્ચે બબાલ થતા એક જણાને પેટના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોચાડવામાં આવી હતી.
લિંબાયત પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બારડોલી રોડ પલસામા સર્વોત્તમ હોટલની સામે સાંઈ વાટીકા સોસાયટમાં રહેતા અને ડી.જે સાઉડનો ધંધો કરતા ભાવેશ ઉર્ફે ભલા વિનોદ પટેલ (ઉ.વ.૨૬)ના ભાઈ ભાવીન અઠવાડિયા પહેલા તેના મિત્ર રોનીનો દિવ્યેશ સાથે ઝઘડો થયો હતો તે ઝઘડામાં સમાધાન કરવા માટે રોની સાથે ગઈકાલે બપોરે અઢી વાગ્યે રતનચોક આંગણવાડી પાસે દિવ્યેશ સાથે ઉભા હતા તે વખતે બંને ગ્રુપ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ભાવીને સામે દિવ્યેશ સાથે આવેલ રોહિત ભીખુ રાઠોડ ને લાફો મારતા રોહિતને આજે તો તને પતાવી દઉ જોઈ લે તેમ કહી તેની પાસેથી ચપ્પુ કાઢી પેટના ભાગે જીવલેણ ઘા માર્યો હતો. તેમજ તેના બે અજાણ્યાઓ પણ ચપ્પુ લઈને મારવા દોડયા હતા પરંતુ આજુબાજુના લોકો ભેગા થઈ જતા ત્રણેય જણા ભાગી ગયા હતા. પોલીસે ભાવેશ પટેલની ફરિયાદને આધારે પોલીસે રોહીત સહિત ત્રણ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application