અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાએ કતારગામ અર્ચના હાઉસીંગ સોસાયટીમાં ખરદેલ મકાનના મૂળ માલીકે ખાલી નહી કરી બારોબાર ભાડેથી આપી છેતરપિંડી કરી હતી તેમજ મકાનનો કબ્જે ફરીથી લેવા માટે આવશો તો ટાટીયા તોડાવી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
બનાવ અંગે ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ અડાજણ મહાલક્ષ્મી મંદીર પાસે રાજ પેલેસ નવતનપુરી ઍપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન ધીરેનભાઈ પટેલ(ઉ.વ.૫૧)ઍ સન ૨૦૧૭માં ઘનશ્યામ કુરજી પટેલ (રહે,ગોવર્ધન પાર્ક સોસાયટી અડાજણ) પાસેથી કતારગામ અર્ચના હાઉસીંગ સોસાયટીમાં મકાન ખરીદ્યું હતું. જેના અવેજમાં રૂપિયા ૩૩,૮૫,૦૦ ચુકવી આપ્યા હતા અને ગત તા ૯મી નવેમ્બર ૨૦૧૭ના રોજ વેચાણ દસ્તાવેજ પણ બનાવ્યો હતો.
ઘનશ્યામ પટેલે આ મકાન વંદનાબેન ઉર્ફે વનિતાબેન મંગળ પટેલ (રહે,અર્ચના હાઉસીંગ સોસાયટી કતારગામ) પાસેથી ખરીદ્યું હતું. અને મકાનમાં વંદના પટેલ પરિવાર સાથે રહેતા હતા. ભારતીબેને જેની પાસેથી મકાન ખરીદ્યું હતું તે ઘનશ્યામ પટેલ તેમના પતિના મિત્ર હોવાથી તેઓઍ વંદનાબેન પાસે મકાન ખાલી કરાવી કબ્જો આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જાકે વંદનાબેનના પરિવાર દ્વારા મકાન ખાલી કરવા માટ થોડા દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ મકાન ખાલી કર્યુ ન હતું અને મકાનનો ગ્રાઉન્ડ ફ્લોર ભાડેથી આપી દીધો હતો. આ અંગેની જાણ થતા ભારતીબેનના પતિઍ ભાડુઆતોને મકાન ખાલી કરવાનું કહેતા વંદના અને તેનો દિકરો જય નીચે આવ્યો ન હતો અને ભારતીબેનના પતિ ધીરેનભાઈને મકાન અમારુ છે હવે પછી જા બીજીવાર અહીયા આવશો તો તમારા ટાટીયા તોડાવી નાખાવીશુ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ભારતીબેનની ફરિયાદ લઈ ઘનશ્યામ પટેલ, વંદનાબેન મંગળ પટેલ અને જય મંગળ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500