અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ઘરે મહેમાન આવ્યા હોવાથી પરિવારજનોએ પડોશીને ઘર પાસે ફટાકડા ફોડવાની ના પડી હતી જેને લઇને બે શખ્સોએ પરિવારજનોને સાથે તકરાર કરીને મારામારી કરી હતી અને ચાકુથી પુત્ર પર હુમલો કરતા બચાવવા વચ્ચે પડેલી માતાને ચાકુ વાગતાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમરાઇવાડીમાં રહેતી મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા જીગ્નેસ તથા કમલેશ સામે ફરિયાદ નોંધાવી છે કે, તેમના ઘરે તેમની બહેન અને તેમના બનેવી આવ્યા હતા.
જેથી ફરિયાદી અને તેમના પતિ બન્ને મહેમાનો સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના ઘરની આગળ બન્ને આરોપી ફટાકડા ફોડી રહ્યા હતા. જેથી ફરિયાદીના પતિએ બન્નેને કહ્યુ કે, તમે હાલમાં અહીંયા ફટાકડા ન ફોડો અમારા ઘરે મહેમાન આવ્યા છે. આ સાંભળીને આરોપીઓે બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદી મહિલા અને તેમનો પુત્ર બંને ફરિયાદીના પતિને બચાવી રહ્યા હતા ત્યારે કમલેશ ત્યાં ચાકુ લઇને આવીને ફરિયાદીના દિકરાને મારવા જતો હતો. જેથી ફરિયાદી મહિલા વચ્ચે પડતા તેમને દાઢીના ભાગે ચપ્પાનો ઘા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બન્ને ત્યાંથી નાસી ગયા હતા. બીજી તરફ, મહિલા લોહી લુહાણ થતા તેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બનાવ અંગે અરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500