Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના કેલાઈ ગામે મહિલાની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

  • December 31, 2021 

સોનગઢના કેલાઈ ગામના ફળીયામાં જતા રોડ ઉપર તા.૨૯મી ડિસેમ્બર નારોજ ગામના જ નિશાળ ફળીયામાં રહેતી એક ૩૪ વર્ષીય મહિલા રોડ ઉપર એકલી ચાલતી જતી હોય તે વખતે અચાનક કાંઇ પણ કહ્યા વગર ગોવિંદભાઇ વજેસિંગભાઇ ગામીત રહે, કેલાઇગામ નિશાળ ફળીયું તા.સોનગઢ નાનો પોતાનો બદઇરાદો પુરો પાડવા આબરૂ લેવાના ઇરાદે મહિલા સાથે બોલાચાલી કરી છાતી ઉપર હાથ ફેરવી ગાલ ઉપર બે ત્રણ થપ્પડ મારી બાજુમાં પડેલ શેરડીના સાંઠા વડે માથામાં એક ફટકો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.



બનાવ અંગે મહિલાએ ગોવિંદભાઇ વજેસિંગભાઇ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તા.૩૦મી ડીસેમ્બર નારોજ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application