અમદાવાદમાં ઘોડાસરમાં જીમ ટ્રેનરે યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું, જેમાં પ્રથમ ટ્રેનરે યુવતીને શારિરીક અડપલાં કરતા તેને પ્રતિકાર કરતા નંબર લઇને માફી માંગ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી અને ટ્રેનરે લગ્નની લાલચ આપી હતી. યુવતીએ લગ્ન અંગે કહેતા બહાના કાઢીને લગ્નની ના પાડી દીધી હતી. બનાવ અંગે યુવતીએ ટ્રેનર સામે વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મણિનગરમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી ૩૦ વર્ષની યુવતી વજન વધારવા માટે ઘોડાસરમાં આવેલ જીમમાં મેમ્બરશીપ લીધી હતી. જ્યાં જીમ ટ્રેનર અને યુવતી એક બીજાના૨ સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. શરૂઆતમાં ટ્રેનરે યુવતીને શારિરીક અડપલાં શરૂ કર્યા હતા. જે તે સમયે યુવતીએ પ્રતિકાર કર્યો હતો. બાદમાં ટ્રેનરે મોબાઇલ નંબર લઇને ફોન ઉપર માફી માંગી હતી ત્યારબાદ વિશ્વાસ કેળવીને બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી બીજી તરફ ટ્રેનરે યુવતીને લગ્નની લાલચ આપી હતી.
યુવતી અને ટ્રેનર એક બીજાના પ્રેમમાં પડતાં ગત એપ્રિલ મહિનામાં ટ્રેનર યુવતીને નરોડા હોટલમાં લઇ ગયો હતો. જ્યાં ટ્રેનરે યુવતી સાથે બે વખત દુષ્કર્મ આચચ્યા બાદ વારંવાર હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. એક વખત યુવતીએ લગ્ન અંગે વાત કરતા ટ્રેનરે બહાનું કાઢીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને આ અંગે કોઇને ન કહેવા અવાર નવાર ધમકીઓ આપતો હતો આખરે કંટાળીને યુવતીએ ટ્રેનર સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500