Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ક્રેપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં ડબલ નફાની લાલચ આપી છેતરપીંડી કરનાર સામે ગુનો દાખલ

  • September 25, 2023 

નાશિકમાં રહેતા અને પુણેની એક પ્રખ્યાત કંપનીમાં નોકરી કરતા એક 26 વર્ષના એન્જિનિયર સાથે 25 લાખનું ઓનલાઇન ફ્રોડ આચર્યું હતું. જયારે ભોગ બનેલા એન્જિનિયરનો વોટ્સએપ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્ક સાધી તેને ક્રેપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં ડબલ નફાની લાલચ આપી આ ફ્રોડ આચર્યું હતું. બનાવની વિગત એવી છે કે, નાશિકના પંચવટી વિસ્તારમાં રહેતો 26 વર્ષનો ફરિયાદી એન્જિનિયર પુણેની એક પ્રખ્યાત કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા એક ફ્રોડસ્ટરે સોશિયલ મીડિયા પર યુવકનો સંપર્ક કર્યો હતો. શરૂઆતની વાતચીત બાદ ફ્રોડસ્ટરે તેને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું.



આ વ્યક્તિએ ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કરી તેને ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં બમણા પૈસાની લાલચ આપી હતી. ફરિયાદી ફ્રોડની વાતોમાં આવી ગયો હતો અને તેણે UPI તેમજ બેન્ક ટ્રાન્ઝેકશન દ્વારા થોડા જ દિવસોમાં ફ્રોડસ્ટરે કહ્યા મુજબના વિવિધ ખાતામાં 25 લાખની રકમ મોકલાવી દીધી હતી. આ રકમ મોકલાવી દીધા બાદ ફરિયાદીએ જ્યારે ફ્રોડસ્ટરનો વિવિધ સોશિયલ મીડિયા પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફ્રોડસ્ટરે જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. અંતે ઘણા પ્રયત્નો બાદ પણ ફ્રોડસ્ટરનો કોઇ સંપર્ક ન થતા તેને છેતરાયો હોવાની જાણ થતા તેણે આ બાબતે નાશિક પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે IPC અને આઇટી એક્ટ હેઠળ અજાણ્યા ફ્રોડસ્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application