ચીખલી નજીકના થાલામાં રાત્રિ દરમ્યાન નેશનલ હાઇવે સ્થિત હોટલના ડાયનિંગ હોલમાં એક બેકાબૂ કાર ધસી આવી ડાયનિંગ ટેબલ ઊડાવી જતી રહેતા ગ્રાહકોને અડફેટે લેતા નાસભાગ મચી જવા પામી હતી. હિટ એન્ડ રનના આ બનાવમાં ઇજાગ્રસ્ત ત્રણ પૈકી એકને સુરત અને નવસારી રિફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, નેશનલ હાઇવે પર થાલામાં આવેલી આલ્ફા હોટલમાં રવિવારની રાત્રે ગ્રાહકો જમી રહ્યા હતા. તે દરમિયાન નવેક વાગ્યાના અરસામાં અચાનક એક હુંડાઇ આઇ-10 કાર નંબર GJ/05/RB/3665 ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હોટલની અંદર હોલમાં ઘુસાડી દેતા હોટલમાં જમવા બેસેલા ગ્રાહકોને અડફેટે લેતા હોટલમાં નાસભાગ મચી જવા પામી હતી. ગ્રાહકો પોત-પોતાની રીતે બિન્દાસપણે જમી રહ્યા હતા.
તે દરમ્યાન અચાનક કાર હોટલમાં ધસી આવી ડાયનિંગ ટેબલને ઉડાડી દીવાલ સાથે અથડાતા મુનીર કાસમ દિવાન (ઉ.વ.38., રહે.હોજબળ તા. વાગરા, જિ.ભરૂચ), જાવેદ રાજુભાઈ ભટ્ટી (ઉ.વ.27., રહે.રંગ અવધૂત સોસાયટી, રાંદેર, સુરત) તથા અશોકકુમાર શિવશંકર ઠાકુર (ઉ.વ.46., રહે.રાધે રેસીડન્સી, પનવેલ રાયગઢ, મહારાષ્ટ્ર)નાને ઇજા થઈ હતી. જોકે ઇજાગ્રસ્ત પૈકી મુનીર નવસારી અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરતની લાઇફ લાઇન હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે જાવેદને નવસારી યશફીન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. બનાવ અંગે અનીષ અબ્દુલ નેદરીયા (રહે.આલીપોર લોરગત ફળિયુ,તા.ચીખલી) નાએ ફરિયાદ નોંધાવતા પોલીસે I-10 કાર નંબર GJ/05/RB/3665નાં ચાલક મોહમદ સમીર નૂર મોહમદ માન (ઉ.વ.27., રહે.સલાબતપુરા, દોરીયાવાડ તા.જિ.સુરત) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500