ભરૂચ શહેરના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં આજે એક કાર અચાનક સળગી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,સોનેરી મહેલથી પાંચબતી તરફ આવતી કારમાં અચાનક ધુમાડા ફાટી નીકળતા કાર ના ચાલક સમય સુચકતા એ બાહર નીકળી ગયો હતો,જે બાદ જોત જોતામાં કારમાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠતા ભરચક એવા પાંચબત્તી વિસ્તારમાં એક સમયે દોડધામ મચી હતી.
કારમાં લાગેલ અચાનક આગ ના પગલે આસપાસ ઉપસ્થિત ટીઆરબી સહિત પોલીસના જવાનો એ પ્રથમ પાણીનો મારો ચલાવ્યો હતો જે બાદ ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી,માનવામાં આવી રહ્યું છે કે,શોર્ટ સર્કિટ ના કારણે અચાનક કાર માંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા જે બાદ ચાલકે સમય સુચકતા વાપરી ને કાર ને સર્કલ પાસે જ ઉભી કરી દઇ તેઓ બાહર નીકળી ગયા હતા,હાર્દસમાં વિસ્તારમાં બનેલ ઘટનાના પગલે એક સમયે પાંચબતી સર્કલના આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના પણ ડ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસે જહેમત બાદ ટ્રાફિક ની સ્થિતિ ને રાબેતા મુજબ ની કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500