મુંબઈમાં કાપડના વેપારી વલસાડના એક રિસોર્ટમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતાં. જ્યાંથી તિથલ બીચ ઉપર ફરવા ગયા હતાં. બીચ પર અચાનક પથ્થર ઉપરથી પગ સ્લીપ થતા દરિયામાં ડૂબ્યા હતા. જેને સ્થાનિકોએ બચાવી લઈ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
મુંબઈમાં સંગમ નહેર ખાતે રહેતા 72 વર્ષીય કાપડના વેપારી સુમતિ લાલ ભંડારી વલસાડ તાલુકાના ચણવઈ ખાતે આવેલા AXN રિસોર્ટમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરિવારના સભ્યો અને સંબંધીઓ સાથે તિથલ બીચની સહેલગાહ માણવા પહોંચ્યા હતા. સુમતીલાલ બીચ ઉપરના પથ્થરો પર બેસી દરિયાની ઠંડી લહેરોની મજા માણી રહ્યા હતા તે દરમિયાન, પથ્થર ઉપરથી પગ સ્લીપ થતા પથ્થર ઉપરથી દરિયામાં પડ્યા હતા. અને દરિયાના મોજા સાથે તણાયા હતાં.
સુમતીલાલને ડૂબતા જોઈ પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. જેઓએ સુમતીલાલને બહાર કાઢી ઘટના અંગે સ્થાનિક 108 ની ટીમને જાણ કરતા 108 ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સુમતીલાલ ભંડારીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં હાલ તે સુરક્ષિત હોવાનું તબીબોએ જણાવતા પરિવારના સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500