Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેપાળના તનહૂં જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં મુસાફરોને લઇ જતી બસ નદીમાં ખાબકતા ૧૪ લોકોનાં મોત

  • August 23, 2024 

નેપાળના તનહૂં જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય મુસાફરોને લઇ જઇ રહેલી બસ માર્સ્યાંગદી નદીમાં ખાબકી ગઇ છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ડીએસપી દીપુકમાર રાયે જાણકારી આપી હતી કે યૂપી એફટી 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં ખાબકી ગઇ છે અને હવે નદીના કિનારે પડી છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 16 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.


આ બસ પોખરાના મજેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઇને કાઠમાંડુ તરફ રવાના થઇ હતી. અકસ્માત વખતે બસમાં ભારતીય મુસાફરો સવાર હતા. સ્થાનિક પોલીસ અને બચાવદળે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કરી દીધું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર બસ નદીમાં કેવી રીતે ખાબકી તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તંત્રએ ઘટનાની ગંભીરતા જોતાં તમામ જરૂરી ઉપાય શરૂ કરી દીધા છે અને રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News