અમદાવાદની કુખ્યાત ડ્રગ્સ સપ્લાયર અમીના બાનુના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. દરિયાપુરની ભંડેરી પોળમાં આવેલા અમીના બાનુના ત્રણ માળના બિલ્ડિંગ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે.મહત્વનું છે કે અમીના બાનુ કુખ્યાત બુટલેગર અને ડ્રગ્સ ડીલર છે. તેની ધરપકડ બાદ પોલીસે તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તે પહેલા પણ ડ્રગ્સના કેસમાં 11 વર્ષની સજા ભોગવી ચૂકી છે તેણે ડ્રગ્સની આવકમાંથી ઘણી સંપત્તિ વસાવી હતી. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી અમીનાં બાનનું મકાન તોડી પાડવામા આવ્યું છે. શહેરના વાણીયા નાકા પાસે આવેલા મકાનને કોર્પોરેશનનની ટીમ તોડી પાડ્યું હતું.
મકાનનું બાંધકામ ગેરકાયદે હોવાનું સામે આવ્યું હોવાથી પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે મકાન તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી અમીનાં બાનુ અને તેના સાગરિતો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે,ગત 24 ઓગસ્ટના રોજ શહેરના કાલુપુર વિસ્તારમાંથી 31 ગ્રામ એમડી ડ્રગ્સના 3.31 લાખ રૂપિયાના જથ્થા સાથે કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર અમીનાબાનું ઉર્ફે ડોન અને તેના સાગરીત સમીર બોન્ડની ધરપકડ કરવામાં આવી હતી. અમીનાબાનુ અમદાવાદ શહેરમાં ડ્રગ્સ ડીલર તરીકે નેટર્વક ચલાવતી હતી. જેમાં 100થી વધુ ડ્રગ્સ પેડલરો અમીનબાનુના સંપર્કમાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application