ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા સુઘડનાના અગોરા મોલના બેઝમેન્ટ પાર્કિંગમાંથી બિલ્ડરની 22 લાખ રૂપિયાની કાર ચોરીની ઘટના સામે આવી છે. ચોરી અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી મોલના CCTVના આધારે ચોરોને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેતા બિલ્ડર કમલેન્દ્રસિંહ હિંમતસિંહ ચુડાવત વૈષ્ણોદેવી પાસે કન્સ્ટ્રક્શન સાટ ચલાવે છે.
ગત રવિવારની રાત્રે તેમના મિત્ર અગોરા મોલના મેનેજર એવા ભુપેન્દ્રસિંહ રાઠોડ સાથે અગોરા મોલ પાસે આવ્યા હતા અને રાત્રે મોડું થઈ ગયું હોવાથી બેઝમેન્ટમાં તેમની ફોર્ચ્યુનર કાર પાર્ક કરીને હોટલમાં સુઈ ગયા હતા. જોકે સવારના સમયે હોટલમાંથી બહાર નીકળી પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે કાર જણાઈ ન હતી. તેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં આ કારનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. ચોરી અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વાહન ચોરોને પકડવા માટે મથામણ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application