મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતા મહત્ત્વનાં સ્ટેટ હાઇવે નંબર-6નો ધાનોરા ગામનો નદી પરનો પુલ ગતરોજ સવારે અચાનક તૂટી પડતા બંને રાજ્યોના સીમાવર્તી ગામો વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નહોતી. મળતી માહિતી મુજબ, નંદુરબાર જિલ્લાનાં ધાનોરા ગામ પાસે રંકા નદીનાં પુલ ઉપરથી સવારે 9 વાગ્યે એક ST બસ અને તેની પાછળ એક ટ્રક પસાર થયા પછી ગણતરીની મિનિટમાં જ આખો પુલ તૂટીને નદીમાં પડયો હતો. જોકે ST બસ અને ટ્રક પસાર થયા પછી દુર્ઘટનાં થતા મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.
રાજ્યનાં ધોરી માર્ગ નંબર-6 પર સાર્વજનિક બાંધકામ વિભાગે લગભગ 40 વર્ષ પહેલાં આ બ્રિજ બાંધ્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે વાહન વ્યવહાર માટે મહત્ત્વના ગણાતા આ સ્ટેટ હાઇવે પરનો બ્રિજ જે રીતે તૂટી પડયો એ જોતા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે તૂટી પડે એટલી હદે જોખમી બની ગયા છતાં તેનું સ્ટ્રક્ચરલ ઓડિટ થયું હતું કે નહીં, દુર્ઘટના બાદ સરકારી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application