વાપીમાં રવિવારી બજારમાં પાર્કિંગ મુદ્દે ફેરિયા અને વેપારી વચ્ચે બબાલ થઇ હતી. જેને લઇ વેપારી મંડળી પોલીસ સ્ટેશને પહોંચી હતી. સોમવારે તમામ વેપારીઓને મંડળએ દુકાનો બંધ રાખી સરદાર ચોક પર ભેગા થવા અપીલ કરી છે. બનાવની વિગત એવી છે કે, વાપી ટાઉન મેઇન બજારમાં રવિવારી બજારમાં રવિવારે એક વેપારી સાથે બબાલ થઇ હતી. વેપારીએ પોતાની દુકાન આગળ મોપેડ પાર્ક કરતા એક ફેરિયો તેની મોપેડ રસ્તા ઉપર મૂકી ધંધો લગાવતા પેટ્રોલીંગ કરતી પોલીસની ટીમે રસ્તા પર વાહન જોતા ટાયરમાંથી હવા કાઢી દીધો હતો. જે જોઇ વેપારી ભડક્યો હતો અને આમાં તેમની નહી ફેરિયાની ભૂલ હોવાનું જણાવ્યું હતું.
ફેરિયાની આ કરતૂતને લઇ વાપી બજારના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઇ તેઓ ભેગા થઇ પોલીસ સ્ટેશને જઇ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે આ અંગે પાલિકામાં રજૂઆત કરવા કહેતા સોમવારે વેપારી મિત્રો સરદાર ચોક પર સવારે 9.30 કલાકે ભેગા થાય તેવી અપીલ કરવામાં આવી છે. એક મેસેજ થકી જણાવવામાં આવ્યું છે કે, તમામ વેપારી મિત્રોને જણાવવાનું કે, વાપીના વેપારીઓ સામે થઇ રહેલા અન્યાયના કારણે તારીખ 25 સપ્ટેમ્બરના રોજ તમામ દુકાનો બંધ રહેશે અને બધાને સરદાર ચોક પર ભેગા થવા અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application