સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક અંગદાન થયુ હતું જેમાં અમરોલીમાં કોસાડ આવાસનાં 28 વર્ષીય બ્રેઈનડેડ યુવકની બે કિડની તથા બે ચક્ષુનું દાન કરીને ચાર વ્યકિતઓને નવજીવન બક્ષીને માનવતા મહેક ફેલાવીને સમાજને નવી દિશા બતાવી છે. અમરોલીમાં કોસાડ આવાસ ખાતે રહેતા 28 વર્ષીય ગણેશ કેશવભાઈ પરમાર ગત તા.14મીએ સવારે કમજોરીને કારણે બેડ પરથી ઉભા થઇ જમવાનું લેવા જતા પડી જતા માથામાં ઇજા થઇ હતી. તેને નવી સિવિલમા દાખલ કરાયા બાદ ગુરુવારે મોડી રાતે ન્યુરોફિઝીશ્યન અને ન્યુરોસર્જને તેને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.
આ અંગે સિવિલના સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા તથા કાઉન્સેલર નિર્મલાએ તેના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા અંગદાનની સમંતિ આપી હતી. દરમિયાન આજે બપોરે ગણેશની બે કિડની તથા બે ચક્ષુનું દાન લેવામાં આવ્યું હતું. બે કિડની અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાઇ અને ચક્ષુ સિવિલની આઇબેંકમાં રખાઇ છે. ગણેશ મજુરીકામ કરતો હતો, તેને એક ભાઇ છે. નવી સિવિલના સફળ પ્રયાસોના પરિણામે આજે 29મું અંગદાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application