Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીના અલીફ નગરમાંથી બોગસ ડોકટર ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ

  • September 13, 2023 

નવસારી શહેરના અલીફ નગર વિસ્તારમાં યોગ્ય પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટરને અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શ્રમજીવી વસ્તી ધરાવતા અલીફ નગરમાં ક્લિનિક ખોલી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ગણેશ બળીરામ પાટીલને બાતમીના આધારે અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી સાથે નવસારી ટાઉન પોલીસની ટીમે ક્લિનિક પર જઈ છાપો મારતા દવાખાનું કોઈપણ સક્ષમ સંસ્થા એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરી સાધન સામગ્રી તથા મેડિસિન મળી કુલ રૂપિયા 9,846/-નો મુદ્દામાલ પણ કબ્જે કરી ઝડપાયેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application