Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાથી સરૈયા જતાં રોડ ઉપર કાર અડફેટે આવતાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો

  • December 31, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ચીખલદા ગામની સીમમાંથી પસાર થતો વ્યારાથી સરૈયા તરફ જતાં જાહેર રોડ ઉપર એક કાર અડફેટે આવતાં મોપેડ બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢનાં મોટા બંધારપાડા ગામનાં આંબલી ફળિયામાં રહેતા નિલેશભાઈ બાબુભાઈ ગામીત (ઉ.વ.40) નાંઓ ગત તારીખ 08/11/2023નાં રોજ મોડી સાંજે પોતાના કબ્જાની એકટીવા મોપેડ બાઈક નંબર GJ/26/H/4585ને લઈ મોટા બંધારપાડાથી વ્યારા આવતાં હતા.



તે દરમિયાન ચીખલદા ગામની સીમમાં આવતાં એક કાર નંબર GJ/16/CB/6402નાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે હંકારી લાવી મોપેડ બાઈકને આગળના ભાગે અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતમાં મોપેડ ચાલક નિલેશભાઈને શરીરે પેટના ભાગે તથા ડાબા પગના સાથળના ભાગે ફેક્ચર થયું હતું. બનાવ અંગે શૈલેશભાઈ ગામીતની ફરિયાદના આધારે વ્યારા પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application