Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેવડી-ઉમરપાડા રોડ પર કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

  • June 07, 2024 

ઉમરપાડા પોલીસની હદમાં આવેલ કેવડી-ઉમરપાડા રોડ પર કાર ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધો હતો બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોવિંદભાઈ નમુભાઈ વસાવા પોતાની બાઈક નંબર GJ/16/DJ/3360 લઈને ઉમરપાડા કેવડી તરફ જવાનાં માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પુરપાટ આવી રહેલા અલ્ટો કાર નંબર GJ/22/P/0730નાં ચાલક ગફલતભરી રીતે હંકારી ગોવિંદભાઈની બાઈકને અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગોવિંદભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઉમરપાડા પોલીસે બનાવનાં સ્થળે પહોંચી અસ્કામત સર્જનાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application