વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં વલસાડ જિલ્લાનાં લોકોને લોકશાહીનાં મહાપર્વમાં જોડાવવા જાગૃત કરવા ચૂંટણી અધિકારીએ બાઈક રેલીની આયોજન કર્યું હતું. જેમાં વલસાડ જિલ્લાનાં 120થી વધુ પ્રાથમિક શાળાનાં શિક્ષકો મોટી સંખ્યામાં મતદાર જાગૃતિ રેલીમાં જોડાયા હતા. વલસાડ ધરમપુર રીડ ઉપર આવેલી સીબી સ્કૂલથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી અકરે ફરીને મતદારોને લોકશાહીના મહા પર્વમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 દરમિયાન વલસાડ જિલ્લાની 5 બેઠક પર તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે ત્યારે આ લોકશાહીનાં પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે લોક જાગૃતિ ફેલાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે સંદર્ભે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ચૂંટણી-2022નાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મંગલવારનાં રોજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરની સી.બી.હાઇસ્કુલનાં ગ્રાઉન્ડથી મામલતદારે લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, બી આર સી કો-ઓર્ડીનેટર, તેમજ પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો. વશિયર, સેગવી, તિથલ થઈ સર્કિટ હાઉસ પર બાઇક રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની વિવિધ સ્કૂલના 120 જેટલા શિક્ષક ભાઈ-બહેનોએ ભાગ લઈ રેલીને સફળ બનાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500