Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં જામકી ગામનાં તાપી હોટલ પાસે કાર અડફેટે બાઈક ચાલકનું મોત

  • March 12, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં જામકી ગામમાં આવેલ તાપી હોટલ પાસેનાં હાઈવે ઉપર રોડ ક્રોસ કરવા માટે ઉભેલ મોપેડ બાઈક ચાલકને કાર ચાલકે અડફેટે લેતાં બાઈક ચાલકનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં કટાસવાણ ગામનાં નિશાળ ફળિયામાં રહેતા કાલિદાસભાઈ કેશમાભાઈ વળવી નાઓ તારીખ 08/03/2024નાં રોજ પોતાના કબ્જાનું મોપેડ બાઈક નંબર GJ/26/AC/1492ને લઇ જામકી ગામમાં આવેલ તાપી હોટલ પાસે સુરત નેશનલ હાઈવે રોડ નંબર-53 ઉપર ફાંટા પાસે રોડ ક્રોસ કરવા માટે ઉભા હતા. તે દરમિયાન એક ઇકો ફોર વ્હીલ કાર નંબર GJ/05/CR/2622નાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કાલિદાસભાઈને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં કાલિદાસભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની રવિસરાબેન વળવી નાએ ઉચ્છલ પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application