Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારનો એક મોટો નિર્ણય : જન્મ-મરણ નોંધણી માટે આધારકાર્ડ આપવાની જરૂર નહીં પડે

  • June 30, 2023 

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દેવામાં આવી છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ઓફિસને આ મામલે આધારના ડેટાબેઝના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. જેનાથી હવે રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ આપવાની જરૂર નહીં રહે. અહેવાલ અનુસાર ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે વસતી ગણતરી કમિશનર પર આ પ્રકારના રજિસ્ટ્રેશન કે નોંધણી માટે આધાર ઓથેન્ટિકેશન ને સ્વીકારે.


તેની પાછળ સરકારનો ઉદ્દેશ્ય સેવાઓ સુધી શ્રેષ્ઠ પહોંચ અને જીવનને સરળ બનાવવાનો છે જેના માટે ભારતીયોને શ્રેષ્ઠ રહેણીકરણી મળી શકે. જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન એક્ટ 1969 હેઠળ કહેવાયું છે કે, નિયુક્ત રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મ જન્મ કે મૃત્યુમાં માગવામાં આવેલી અન્ય વિગતો સાથે લેવામાં આવી રહેલ આધાર નંબર વેરિફિકેશન માટે સ્વૈચ્છિક આધાર પર હા કે ના આધાર પ્રમાણિકરણ કરવાની મંજૂરી અપાશે. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application