Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી ખાતે સાંસદનાં અધ્યક્ષ સ્થાને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

  • August 21, 2023 

નવસારી ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજીત સુકન્યા સમૃધ્ધિ યોજના તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ના લાભાર્થીઓને નવસારી સાંસદ સી.આર.પાટીલના વરદ્દ હસ્તે લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાનો ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે. કોરોના કાળમાં ધંધા રોજગાર ખોરવાઈ જવાના લીધે નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી.તે સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરકારે પી.એમ.સ્વનિધી યોજના શરૂ કરાવી ને નાના ધંધા રોજગાર કરનારાઓને રૂ.૧૦ હજાર કે રૂ.૨૦ હજારની મૂડી રોજગારી વિષયક પ્રવૃત્તિઓ શરૂ કરવા ખૂબ સરળતાથી ઉપલબ્ધ કરાવી હતી.



સાંસદએ વધુમાં કહ્યું હતું કે, વર્ષો પહેલા સમાજમાં દીકરીના જન્મ વખતે જે ભાવ હતો તે ભાવ આજે સમગ્ર ભારતવર્ષમાં સંપૂર્ણ બદલાયો છે અને જેનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની આગવી દીર્ઘ દ્રષ્ટિને આભારી છે. વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૧૫માં સુકન્યા સમૃધ્ધિ યોજનાનો આરંભ કર્યો જેનો ઉદ્દેશ દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી સમાજમાં તેમને આગવું સ્થાન પ્રાપ્ત કરાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે દીકરીઓને સુકન્યા સમૃધ્ધિ ખાતાની પાસબુક વિતરણ કરવામાં આવી હતી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યો હતો તેમજ સુકન્યા સમૃધ્ધિ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને ટીબી મુકત ભારત અભિયાન અંગેની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application