અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક અમેરિકન યુટ્યુબરે માત્ર લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવવા માટે ઈરાદાપૂર્વક પોતાનું એક વિમાન ક્રેશ કર્યું હતું. આ મામલામાં અમેરિકન યુટ્યુબરને દોષી ઠેરવવામાં આવ્યો છે. જ્યારે અધિકારીઓને ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી હતી. પરંતુ તેમ છતાં આરોપીઓએ તેમની તપાસમાં અવરોધ ઉભો કર્યો અને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
કેલિફોર્નિયાના 29 વર્ષીય અમેરિકન યુટ્યુબર ટ્રેવર ડેનિયલ જેકોબે નવેમ્બર 2021માં યુટ્યુબ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ ફ્લાઇટ માટે, તેણે કેલિફોર્નિયાના એરપોર્ટ પરથી ટેલરક્રાફ્ટ BL-65માં એકલા જ ઉડાન ભરી અને 35 મિનિટની ઉડાન પછી લોસ પેડ્રેસ નેશનલ ફોરેસ્ટ પાસે પ્લેન ક્રેશ થયું હતું. ટેકઓફ કર્યા બાદ તેણે વિમાનમાંથી બહાર નીકળવાની યોજના બનાવી અને પેરાશૂટ વડે જમીન પર ઉતરી ગયો હતો જેના કારણે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું હતું પરંતુ તેનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે તે કેમેરાના ફૂટેજ મેળવવા પહોંચી ગયો અને તક જોઈને તેનો કાટમાળ છુપાવી દીધો હતો.
યુટ્યુબરે બે દિવસ પછી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને અકસ્માતની જાણ કરી અને ભંગારનું સ્થળ શેર કરવા માટે સંમત થયો હતો. પરંતુ તેણે સત્તાવાળાઓને ખોટું કહ્યું હતું કે તે જાણતો નથી કે ક્રેશ સાઈટ ક્યાં છે અને લગભગ બે અઠવાડિયા પછી તેને એક મિત્ર મળ્યો અને તેની સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ કાટમાળ લોડ કર્યો અને બાદમાં તેનો નાશ કર્યો હતો. અહેવાલ અનુસાર, ભાંગી પડ્યાના લગભગ એક મહિના બાદ તેણે યુટ્યુબ પર 'આઈ માય એરપ્લેન ક્રેશ્ડ' નામનો એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં ક્રેશ અને જેકબ પ્લેનમાંથી પેરાશૂટ કરતો દેખાય છે.
અહેવાલ મુજબ, પ્લેન ક્રેશની ઘટનાનો અહેવાલ સબમિટ કર્યા બાદ તેણે ફેડરલ તપાસકર્તાઓને ખોટો દાવો કર્યો હતો કે પ્લેનને ટેકઓફના અડધા કલાક પછી બળજબરીપૂર્વક લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેણે કહ્યું હતું કે લેન્ડિંગ કરવા માટે બીજો કોઈ વિકલ્પ નહોતો તેથી તેણે પેરાશૂટ કરવું પડ્યું હતું.
FAAએ ગયા વર્ષે જેકબનું પાઇલટનું લાઇસન્સ રદ્દ કર્યું હતું. તે હાલમાં દોષિત ઠરે છે અને આગામી અઠવાડિયામાં લોસ એન્જલસમાં ઔપચારિક રીતે તેની અરજી દાખલ કરે તેવી અપેક્ષા છે અને પછીની તારીખે સજા કરવામાં આવશે. જો કે આ કૃત્ય કરવા બદલ તેને હાલમાં 20 વર્ષની સજા થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025